અક્ષય કુમારે કપિલ શર્માના શોમાં પ્રમોશન કર્યું, કોમેડિયનને કહ્યું- તું મારી ફિલ્મની માર્કેટિંગ ટીમને લાંચ આપે છે | Akshay Kumar promotes film lakshmi bomb in Kapil Sharma's show, tells comedian - you bribe my film marketing team - Divya Bhaskar

કપિલના શોમાં 'લક્ષ્મી બોમ્બ':અક્ષય કુમારે કપિલ શર્માના શોમાં પ્રમોશન કર્યું, કોમેડિયનને કહ્યું- તું મારી ફિલ્મની માર્કેટિંગ ટીમને લાંચ આપે છે

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અક્ષય કુમારે હાલમાં જ 'ધ કપિલ શર્મા શો'માં પોતાની અપકમિંગ ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'નું પ્રમોશન કર્યું હતું. શૂટિંગ દરમિયાન ફિલ્મની ટીમે કપિલ તથા શોના અન્ય સભ્યો સાથે ઘણી જ ધમાલ-મસ્તી કરી હતી. કપિલે સોશિયલ મીડિયામાં અક્ષય કુમારનો આભાર માન્યો હતો, તો સામે અક્ષય કુમારે મજાકમાં કહ્યું હતું કે કપિલ તેની માર્કેટિંગ ટીમને લાંચ આપે છે.

અક્ષયે શું ટ્વીટ કરી?
અક્ષયે પોતાની ટ્વીટમાં કહ્યું હતું, 'મને લાગે છે કે મારી ફિલ્મનું પ્રમોશન તારા શો વગર અધૂરું છે અથવા તો તું મારી ફિલ્મની માર્કેટિંગ ટીમને લાંચ આપે છે. દિવસ ઘણો જ મજેદાર રહ્યો, આભાર. ટૂંક સમયમાં જ મળીએ.'

કપિલે શું કહ્યું હતું ટ્વીટમાં?
કપિલે પોતાની ટ્વીટમાં કહ્યું હતું, 'પાજી, આટલાં લાંબા સમય બાદ શૂટિંગ કરવાની મજા આવી. પ્રેમ તથા મસ્તી માટે આભાર. તમે હંમેશાંની જેમ આગ લગાવી દીધી. બહુ જ બધો પ્રેમ તથા સન્માન. તમને તથા તમારી ટીમને બહુ બધી શુભેચ્છા.'

નવ નવેમ્બરે ફિલ્મ રિલીઝ થશે
'લક્ષ્મી બોમ્બ'નું ટ્રેલર 9 ઓક્ટોબરના રોજ રિલીઝ થયું હતું. અક્ષય કુમારની આ ફિલ્મ તમિળ ફિલ્મ 'કાંચના'ની હિંદી રીમેક છે. આ ફિલ્મને રાઘવ લોરેન્સે જ ડિરેક્ટ કરી છે. પહેલા ફિલ્મ 22 મે, 2020ના રોજ રિલીઝ થવાની હતી. જોકે, કોરોનાને કારણે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને તેને કારણે થિયેટર બંધ હતા. આથી જ ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ ફિલ્મ 9 નવેમ્બરના રોજ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. હવે, થિયેટર 15 ઓક્ટોબરથી ફરી શરૂ થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...