User Login
Language : English

માર્ગદર્શક સુચનાઓ

શ્રમ અને રોજગાર વિભાગની શ્રમિક કાયદાઓની ઓનલાઇન સેવાનો ઉપયોગ કરતાં પહેલાં નીચેની સુચનાઓ ધ્યાને લેવી.

  • (૧) આ સેવાનો સૌ પ્રથમવાર ઉપયોગ કરતી વખતે અરજદારે પહેલાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • (ર) રજીસ્ટ્રેશન કર્યા બાદ લોગ-ઇન કરવાનું રહેશે.
  • (૩) લોગ-ઇન કર્યાબાદ જો સૌ પ્રથમવાર આ સેવાનો ઉપયોગ કરતાં હોય ત્યારે સંસ્થા/મુખ્ય માલિકે તથા કોન્ટ્રાકટરે પોતાની પ્રાથમિક માહિતી ભરવાની રહેશે. પ્રાથમિક માહિતી ભર્યા બાદ જ અરજદારે જે તે અરજી માટે અરજી ફોર્મ ભરવાનું રહેશે.
  • (૪) અરજી કરતી વખતે જરૂરી બિડાણો/ડોકયુમેન્ટસની સ્કેન કોપી કરી સાથે રાખવી જેથી અરજી કરતી વખતે ડોકયુમેન્ટ અપલોડ કરી શકાય.
  • (પ) જરૂરી ફી માટે અરજદારે કચેરી પર આવી ચલણ મેળવી ચલણથી ફી ભરવાની રહેશે. ભરેલા ચલણની વિગતો અને ચલણની સ્કેન કોપી કરી અરજી કરતી વખતે સાથે રાખવી.
  • (૬) અરજી ફોર્મમાં જે જગ્યાએ એક કરતાં વધારે વ્યકિત/વિગતો જેમ કે ડીરેકટર/માલિક/મેનેજર/કોન્ટ્રાકટરની માહિતી આપવાની હોય તે જગ્યાએ પ્રથમ Add નું બટન કલીક કરી માહિતી ભરવી માહિતી ભરી Save કરવું. બીજી માહિતી ભરવા માટે આ પ્રક્રીયાનું પુનરાવર્તન કરવું ત્યાર બાદ આગળ વધવાનું રહેશે.
  • (૭) અધૂરી, અપૂરતી કે ક્ષતિવાળી અરજીઓ પરત કરવામાં આવશે અને નવેસરથી અરજી કરવાની રહેશે.
  • (૮) મહેરબાની કરીને તમારો ઇમેઇલ આઇડી (યુઝર આઇડી) અને પાસવર્ડ તમારી પાસે સલામત રાખો.
  • (૯) મહેરબાની કરીને તમારી અરજી નજીકની ઉચિત કચેરીએ સબમીટ કરો.
  • * ઉપર દર્શાવેલ સૂચનાઓ મેં ધ્‍યાનપૂર્વક વાંચી છે અને હું એની સાથે સંમત છું.

Best viewed in Internet Explorer version 9+, Firefox version 22+.